અંકલેશ્વર નગરપાલિકાની ૨૦૧૬ બોર્ડ બેઠકના ૨૧ પ્રસ્તાવો રદ

0
5

કેટલાક ઠરાવો મુજબના કાર્યો પૂર્ણ થઈ જતા બીજી કાર્યવાહી કરાશે નહીં
અંકલેશ્વર, તા.૧૭
અંકલેશ્વર નગરપાલિકાની તા.૯ જૂન ૨૦૧૬ના મળેલી બોર્ડ મીટિંગના ૨૧ ઠરાવો ૨૬ કરવાનો ચુકાદો નગરપાલિકાઅોના સાઉથ ઝોનના પ્રાદેશિક કમિશનરે આપ્યો છે. જાકે, આનાથી કોઈ નોîધનીય ફરક પડતો નથી.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તા.૯ જૂન ૨૦૧૬ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં ૪૩ જેટલા કામો લેવાયા હતા. જેમાં ઠરાવ નંબર ૩ થી ૮, ૧૨ થી ૧૫, ૧૭ થી ૨૦, ૨૨, ૨૪, ૨૫, ૨૮, ૩૨ અને ૩૯ નગરપાલિકા અધિનિયમની કલમો ૬૭ (૧), (૨), અને (૩) સાથે સુસંગત ન હોવાથી વિપક્ષી સભ્યો દ્વારા ચીફ અોફિસર સાથે સાઉથ ઝોનના નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર અમિત અરોરા સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી હતી. જેની સુનાવણી પૂર્ણ થતાં ચુકાદામાં આ ૧૮ ઠરાવો રદ્દ કરવાનો હુકમ અમિત અરોરાએ કર્યો છે. જાકે આ તમામ કામો પૂર્ણ થઈ ગયા હોવાથી એમાં કશું કરવાનું રહેતું નથી. એમાં પણ ઉલ્લેખ અમિત અરોરાએ કર્યો છે. આ અંગે વિપક્ષી નેતા ભૂપેન્દ્ર જાનીએ જણાવ્યું હતું કે ઠરાવો રદ્દ કરીને અરજીને આંશિક ગ્રાહ્ના રખાઈ છે.
બીજી તરફ પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહે જણાવ્યું હતું કે પ્રાદેશિક કમિશનરે પાલિકા અધિનિયમ ૬૭ (૧) (૨), (૩)ને સંગત કામ કરવા જણાવ્યું છે અને એ જ રીતે કામ થાય છે. વળી જે અરજી થઈ હતી એમાં ઉલ્લેખ થયેલા તમામ કામો પૂર્ણ થયા છે અને એમાં ખુદ પ્રાદેશિક, કમિશનરે કશું કરી શકાય એમ નથી એવું જણાવ્યું છે. આથી વિપક્ષે સત્તા પક્ષને ખોટી કનડગત કરવા માટે જ આ અરજી કરી છે.
જાકે પ્રાદેશિક કમિશનરના ચુકાદાએ એક સવાલ તો ઉભો કર્યો જ છે કે કામો થઈ ગયા છે તો ઠરાવો રદ્દ કરવાનો ચુકાદો હવે વિપક્ષને શું કામ લાગશે ?

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY