દક્ષિણ ગુજરાતમાં તાપમાનનો પારો બે ડિગ્રી ગગડી જતા ફરી ઠંડીનો ચમકારો

0
5

નવસારીમાં ૮ અને વલસાડમાં ૧૧ ડિગ્રી તાપમાન
સુરત, તા. ૧૭
ગતરોજની સરખામણીએ આજે સમગ્ર દક્ષિણ ગુજરાતના તાપમાનમાં ૨ ડિગ્રીનો ઘટાડો થતા ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. આગામી એક બે દિવસ ઠંડીનો જાર યથાવત રહે તેવી શક્યતા છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વરા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૧ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૪.૮ ડિગ્રી નોંધાયું હવામાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા અને હવાનું દબાણ ૧૦૧૫.૮ મીલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથી જ ઉત્તર દિશાથી કલાકના ૩ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે.
નવસારીમાં આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૮ ડિગ્રી નોંધાયું છે જે ગતરોજ ૧૦.૩ ડિગ્રી નોંધાયું હતું. આમ ગતરોજની સરખામણીએ આજે ૨ ડિગ્રી તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો વધ્યો છે. વલસાડમાં પણ આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૧-૧ ડિગ્રી નોંધાયું છે. દક્ષિણ ગુજરાતમાં ગતરોજની સરખામણીએ આજે તાપમાનનો પારો ઘટતા ઠંડીનો જાર વધ્યો છે આગામી બે ત્રણ દિવસ સુધી તમામ યથાવત રહે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY