બસ પલ્ટી જતા ૧૦ મહિલાઓ અને ૩ બાળકો ઘવાયા
સુરત, તા. ૧૭
આજે બપોરે સાપુતારાના ટેબલ પોઈન્ટ ખાતે સુરતની મીની ટ્રાવેલ્સ બસ પલટી જતા ૧૦ મહિલાઅો અને ૩ બાળકોને નાની મોટી ઈજાઓ થતા તેઓને ૧૦૮ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે ટ્રાવેલ્સ બસ પલટી થવાની દુર્ઘટના સર્જાઈ હતી. સુરતના બારડોલીથી આજે મળસ્કે મીની ટ્રાવેલ્સ બસ ગીરીમથક સાપુતારાની પ્રવાસે ગઈ હતી. શ્રી શનેશ્વરી ટ્રાવેલ્સની બસ બપોરે ૧૨ કલાકે સાપુતારા ખાતે પહોંચી હતી. ટેબલ પોઇન્ટ ઉપર બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા બસ પલટી થઈ હતી. બસમાં સવાર ૧૦ મહિલાઓ અને ૩ બાળકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. આ દુર્ઘટનાની જાણ થતા જ ૧૦૮ અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. દુર્ઘટનામાં કોઇપણ પ્રકરણની જાનહાનિ થઈ નહતી. પ્રવાસીઅોને નાની મોટી ઈજા થતા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



