સુરત કોર્ટના ચૂકાદાને અલ્પેશ કથીરિયાના હાઈકોર્ટમાં પડકારશે

0
25

રાજદ્રોહના ગુનામાં સુરતની કોર્ટે જામીન રદ કરતો હુકમ કર્યો હતો
સુરત, તા. ૧૭
રાજદ્રોહના ગુનામાં સુરત કોર્ટે આરોપી અલપેશ કથીરિયાના જામીન રદ કર્યા બાદ ઓર્ડરની સર્ટીફાઈડ નકલો મળી જતા આજ-કાલમાં અલ્પેશના વકીલ રફીક-પતંગવાળા ગુજરાત હાઈકોર્ટમાં આ હુકમને પડકારતી એક રિવીઝન પીટિશન દાખલ. કરશે. એવું બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહ વાળાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે, અમરોલી પોલીસ મથકમાં રાજદ્રોહનો ગુનો દાખલ કરાયા બાદ સુરત પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાïની ડીસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સુરત કોર્ટે તેને જામીન મુકત કર્યા બાદ વરાછા અને સરથાણા વિસ્તારોમાં કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિનો ભંગ કરતા ડીસીબી દ્વારા તેના જામીન રદ કરવા માટે પરચૂરણ અરજી સુરત કોર્ટમાં કરી હતી. સુનાવણી દરમિયાન ડીજીપી નયન સુખડવાળાની દલીલોને ગ્રાહ્ના રાખીને અદાલતે તેના જામીન રદ કર્યા હતા. આ હુકમની સર્ટીફાઈડ નકલો મળી જતા તેમની હાઈકોર્ટના વકીલ રફીક પતંગવાળા આગા બે-ત્રણ દિવસોમાં હુકમને પડકારતી એક રીવીઝન અરજી હાઈકોર્ટમાં દાખલ કરશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY