મહાર કપ ટ્રોફી ટુર્નામેન્ટમાં સુરગાણાની ટીમ ચેમ્પિયન

0
23

સુરત ભટાર-વેસુની ટીમ રનર્સઅપ
સુરત, તા.૧૮
વલસાડ જિલ્લા નવયુવા મહાર સમાજ આયોજીત પ્રથમ ‘‘મહાર કપ ટ્રોફી’’ના અનુસંધાને ધરમપુર સ્થિત માલનપાડા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે રમાયેલા ટુર્નામેન્ટમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ જિલ્લાની તથા સુરગાણી મહારાષ્ટ્રના ચીભડકચ્છ અને સેલવાસની વિવિધ ૧૦ ટીમે મહાર સમાજના મૂળ ગુજરાતના ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં સહભાગી થઈને સફળતા અપાવી હતી. જેનું સુંદર આયોજન નવયુવા મંડળે કર્યું હતું. ટુર્નામેન્ટમાં સુરગાણા (બારિયા) ટીમ વજિતા રહી હતી. જ્યારે રનર્સઅપ ટીમ સુરત (ભટાર-વેસુ) રહી હતી. અંતમાં વિજેતાઓને ઈનામ વિતરણ નવસારીના અગ્રણી જગદીશ જાધવ, નવસારી પ્રમુખ કિશન જાધવ, વલસાડના તુલસીરામ ગાયકવાડ, ધરમપુરના હિરાભાઈ ગાંગોડેએ કર્યું હતું. વિશેષ ઉપસ્થિતિમાં સુરતના પ્રમુખ વિનય રૂપવટે, પરેશ મોહિતે, સુરત મેઘ મહાર ભવનના મેનેજર કમલેશ સાંડીસ, રાજુભાઈ ગાંગોડે વગેરેએ સમાજના યુવાનોમાં એકતાના કાર્યને બિરદાવી યુવા આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY