ભાજપે હંમેશા મારી માતા અને મારુ સન્માન કર્યુ છેઃ વરુણ ગાંધી

0
4

ભાજપ સાથે કોઇ નારાજગી નથી,ગ્રામીણ સંકટને નજર અંદાજ ન કરી શકાય
મુંબઈ,તા.૨૦
ઉત્તરપ્રદેશના સુલ્તાનપુરથી ભાજપ સાંસદ વરુણ ગાંધી ભલે ખેડૂતો સહિતના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરે પરંતુ તમણે ભાજપના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપે તેમનું અને તેમની માતા મેનકા ગાંધીનું હર હંમેશ સન્માન કર્યુ છે. આ સાથે જ તેમણે ભાજપ સાથે કોઈ નારાજગી ન હોવાની પણ સ્પષ્ટતા કરી છે.
તેઓએ પોતાના પુસ્તક ધ રૂરલ મૈનિફેસ્ટો- રિયલાઈઝિંગ ઈન્ડિયાઝ ફ્યુચર થ્રુ હર વિલેઝેઝ અંગે ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, ગ્રામીણ સંકટને નજર અંદાજ ન કરી શકાય. પણ સાથે જ કોઈ એક સરકારને તે માટે જવાબદાર પણ ન ઠેરવી શકાય.
તેમણે પોતાની રાજનીતિક યાત્રા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે હું માત્ર ૨૯ વર્ષની ઉંમર પાર્ટી મહાસચિવ બની ગયો કે જ્યારે લોકો તે અંગે વિચારતા પણ નથી. જાકે એક સંગઠન વ્યક્તિ વિશેષ અને તેના આકાંક્ષાઓ સાથે જાડાયેલુ હોય છે. તેણે પોતાનો ઉદેશ્ય લોકોની સેવા કરવાનો રહ્યો હોવાનું પણ કહ્યું હતુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY