સુરત એરપોર્ટ પર ગાઢ ધુમ્મસ છવાતા દિલ્હીથી આવતી ત્રણ ફલાઈટ ડાયવર્ટ

0
7

બે ફલાઈટો અમદાવાદ અને એકને મુંબઈ ડાયવર્ટ કરવાની ફરજ પડી
સુરત, તા. ૨૧
આજે સવારે સુરત એરપોર્ટ ઉપર ગાઢ ધુમ્મસ છવાતા અત્યંત નબળી વિજીબિલિટીથી ફલાઈટ લેન્ડિંગ થવામાં મુશ્કેલી આવતા ત્રણ ફોલાઈટ ડાયટવર્ટ કરવાની ફરજ પડી હતી. સવારના સમયે મુસાફરોનો ભારે મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી હતી.
સુરત એરપોટૃના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે શહેરમાં ગાઢ ધુમ્મસ છવાયુ હતુ. પવનની દિશા ઉતરના બદલે દક્ષિણ દિશાની થતા અને ભેજનું પ્રમાણ ૯૪ ટકા જેટલું થઈ જતા એરપોર્ટ ઉપર ધુમ્મસની ચાદર છવાઈ હતી. સવારના સમયે રનવે પર વિજીબિલીટી અત્યંત નબળી થઇ જતા ફલાઈટનુ઼ લેન્ડિંગ શકાયું ન હતુ. સવરના શિડયુલ્ડમાં એર ઈન્ડિયાની દિલ્હી-સુરત ફલાઈ સવારે ૭.૦૫ વાગે સુરત લેન્ડ થવાના બદલે ફલાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી જે અમદાવાદથી ૧૧.૩૦ કલાકે સુરત આવી હતી. સ્પાઈ જેટની દિલ્હી- જયપુર- સુરત ફલાઈટ ૭.૪૫ કલાકે સુરત આવવાના બદલે મુંબઈ ડાયવર્ટ કરીને ૧૧.૩૪ કલાકે સુરત લેન્ડ થઈ હતી. ઈન્ડિગોની દિલ્હી-સુરત ફલાઈટને પણ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. સવારના સમયે સુરત એરપોર્ટ ઉપર એક સાથે ત્રણ ફલાઈટ લેટ પડતા મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ઘણા મુસાફરોની કનેકટેડ ફલાઈટ કેન્સલ થઈ હતી. જ્યારે બિઝનેસ કલાસના મુસાફરોને મીટિંગ કેન્સલ કરવાની ફરજ પડી હતી. સવારે સાડા આઠ વાગ્યા બાદ ધુમ્મસનું પ્રમાણ ઘટતા ફલાઈટની લેન્ડિંગ અને ટેક અોફ શકાય બન્યું હતું.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY