પલસાણાના સોયણી ગામે શેરડીના ખેતરમાંથી બિયરનો જથ્થો પકડાયો

0
6

પોલીસે બે બૂટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા
સુરત, તા. ૨૧
પલસાણા- સોયાણી ગામના શેરડીવાળા ખેતરમાંથી પોલીસે વગર પાસ પરમીટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂ તથા બીયરની ૫૨૮ નંગ બોટલો કિંમત રૂ. ૬૪,૮૦૦/-ની કબજે કરી હતી. પોલીસે ચોપડા પર બે બુટલેગરોને વોન્ટેડ બતાવ્યા હોવાનું જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બારડોલી- સોયાણી ગામમાં વિનયભાઈ પટેલનું શેરડીનું ખેતર આવેલુ઼ છે. આ ખેતરમાં પોલીસ દરોડા પાડી વગર પાસ પરમીટની વિદેશી દારૂની ૫૨૮ નંગ કિંમત રૂ. ૬૪,૮૦૦/- ૩૫ હજારના રૂ.ની મોટર સાઈકલ મળી કુલ્લે ૯૯,૮૦૦/- રૂ.નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ ગુનામાં પલસાણા તાલુકાના સોયાટી ગામના નવા ફળિયામાં રહેતા સુનીલભાઈ રાઠોડ તથા અન્ય એક ઈસમને વોન્ટેડ બતાવ્યો હતો. આ બંને બુટલેગરો વિજય પટેલના શેરડીના ખેતરમાં મુદ્દામાલ મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને બુટલેગરો સામે પ્રોહીબીશન એકટનો ગુનો દાખલ કરી તપાસ હરૂ કરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY