મને હવે સારાની ચિંતા થવા લાગી છે : સૈફ અલી ખાન

0
4

મુંબઈ,તા.૨૫
છોટે નવાબના હુલામણા નામે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી ખાને કહ્યું હતું કે મને મારી અભિનેત્રી પુત્રી સારા અલી ખાનની ચિંતા થવા લાગી છે.
‘હજુ તો એની માત્ર બે ફિલ્મો રજૂ થઇ છે- કેદારનાથ અને સિમ્બા. એટલામાં તો એના વિશે મિડિયા એટલું બધું લખવા લાગ્યું છે કે એનીકકારકિર્દીને ઓચિંતું ગ્રહણ ન લાગી જાય તો સારું એવો ડર મને લાગ્યા કરે છે અને એટલેજ મને એની ચિંતા થાય છે’ એમ સૈફ અલી ખાને કહ્યું હતું.
સારાએ અભિષેક કપૂરની કેદારનાથ ફિલ્મથી કારકિર્દી શરૃ કરી હતી. પરંતુ આ ફિલ્મ એક યા બીજા કારણે સતત વિલંબમાં પડી રહી હોવાથી સારાનાં માતાપિતા ચિંતિત થયા હતા અને સૈફ અલી ખાને કરણ જાહરને કંઇક કરવાની વિનંતી કરી હતી. કરણ જાહરની રણવીર સિંઘને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ સિમ્બા એ વખતે રોહિત શેટ્ટી બનાવી રહ્યા હતા. કરણે સારાને સિમ્બા ફિલ્મમાં લઇ લીધી.
દરમિયાન, કેદારનાથના ડાયરેક્ટરે એેવી જાહેરાત કરી કે સારાને પહેલી મેં સાઇન કરી હતી એટલે મારી ફિલ્મ જ સારાની પહેલી ફિલ્મ ગણાવી જાઇએ. કરણ જાહરે એ વાત મંજૂર રાખી હતી.
સારાના નસીબ સારા કે કેદારનાથ અને સિમ્બા બંને હિટ નીવડી એટલે સ્વાભાવિક રીતે જ મિડિયાનું ધ્યાન સારા પર કેન્દ્રીત થયું. એને લઇને સૈફ અલી ખાન ફરી એક વાર ચિંતિત થઇ ગયા હોવાની માહિતી મળી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY