પવનની દિશા બદલાતા દક્ષિણ ગુજરાતમાં ફરીથી ઠંડીના ચમકારા

0
5

નવસારીમાં ૧૩, વલસાડમાં ૧૪ અને સુરતમાં ૧૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન
સુરત, તા. ૨૧
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી તાપમાનમાં નોંધપાત્ર વધારો ઘટાડો થઇ રહ્ના છે આજે પવનની દિશા ઉત્તરના બદલે દક્ષિણ તરફની થવાની સાથે ફરી એક વખત ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આગામી બે દિવસ બાદ ફરી તાપમાન વધશે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૪.૮ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૮.૨ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૯૪ ટકાથી અને હવાનું દબાણ ૧૦૧૫.૨ મીલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથીછ દક્ષિણ દિશાથી કલાકના ૨ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. શહેરમાં ગતરોજની સરખામણીએ આજે તાપમાનમાં ૨ ડિગ્રીનો વધારો થયો છતાં ઠંડીનો ચમકારો યથાવત રહ્ના છે.
નવસારીમાં આજે સવારે ન્યુનતમ તાપમાન ૧૩ ડિગ્રી નોંધાયું છે જે ગત રોજ ૧૨ ડિગ્રી નોંધાયું હતું. આજે સવારે વલસાડમાં ન્યુનત્તમ તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યુ઼છે. પવનની દિશા ઉત્તરના બદલે દક્ષિણ દિશાની થઈ છે. આગામી બે દિવસ બારદ ફરી ઠંડીનુ઼ જાર ઘટશે અને ગરમી વધશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY