રાજદ્રોહ : અલ્પેશ કથીરિયાની રિવીઝન હાઈકોર્ટમાં દાખલ

0
5

રિવીઝન અરજીની પાંચ-સાત દિવસમાં સુનાવણી થવાની શક્યતા
સુરત, તા.૨૧
રાજદ્રોહના કેસમાં આરોપી અલ્પેશ કથીરિયાના એડવોકેટ રફીક લોખંડવાળાએ ગુજરાત હાઈકોર્ટમાં એક રીવીઝન અરજી કરી હતી. જેની સુનાવણીï આ સપ્તાહમાં બોર્ડ પર આવશે એવું બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહવાળાએ જણાવ્યું હતું. સુરત કોર્ટ તેના રેગ્યુલર જામીન ડીસીબીની અરજી બાદ ફગાવી દેતા તેઓએ આ હુકમને પડકારવા હાઈકોર્ટમાં એક રીવીઝન અરજી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે પાટીદાર આંદોલન દરમ્યાન મોટા વરાછા ક્રિષ્ણા રેસીડેન્સી ખાતે રહેતાં વિપુલ અને ચિરાગ દેસાઈને ત્યાં જઈને પોલીસ વિરૂદ્ધ બેફામ નિવેદનો કરતા તેની સામે પૂર્વ ડીસીપી મકરંદ ચૌહાણે રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ ડીસીબીના પોલીસ અધિકારીઅોએ સુરત પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. જામીન મુકત થયા બાદ અલ્પેશ કથીરિયાએ વરાછા સરથાણા વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનો ભંગ કરતા ડીસીબી દ્વારા તેના રેગ્યુલર જામીન રદ કરવાની એક પરચૂરણ અરજી કરી હતી. જેની સુનાવણી દરમ્યાન ડીજીપી નયન સુખડવાળાની દલીલોને ગ્રાહ્ના રાખી તેના જામીન રદ કરતા આ હુકમને પડકારતી એક રીવીઝન અરજી આજે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી આ સપ્તાહમાં થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY