ભક્તિ માટે વિષયોનો ત્યાગ કરવા રહેવું જરૂરી : પ.પૂ. મહંત સ્વામીજી

0
32

પૂ. મહંતસ્વામી મહારાજે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનો ઉદ્ઘોષ કર્યો
સુરત, તા.૨૧
સુરતને આંગણે બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, અડાજણ ખાતે પધારેલ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજે સત્સંગનો અખાડો જમાવ્યો હતો. તેવો માહોલ સર્જ્યો છે. દરરોજ વહેલી સવારે ૫.૧૫ કલાકે પ.પૂ. સ્વામીશ્રીની પ્રાતઃ પૂજાના દર્શન કરવા માટે ભક્તમેદની ઉમટી પડે છે. સ્વામીશ્રીની પૂજામાં બાળકો-યુવાનો અને સંતોએ સુમધુર અવાજમાં કીર્તનોનું ગાન કરી વાતાવરણને ભક્તિમય બનાવે છે. વહેલી સવારે ૧૫૦૦૦ થી વધુ ભક્તો સ્વામીશ્રીનાં પ્રાતઃ પૂજાના દર્શનનો લાભ લીધો. સ્વામીશ્રીની પૂજાના નાના નાના ભૂલકાઓએ ભગવાન શ્રી સ્વામીનારાયણ પ્રબોધિત વચનામૃતનો મુખપાઠ રજૂ કર્યો હતો. વચનામૃત ગ્રંથને આધારે સ્વામીશ્રીએ આર્શીવચનો આપતા કહ્નાં હતું કે, જે પરબ્રહ્મ પુરૂષોત્તમ અક્ષરધામમાં છે એ જ અનંત કોટી બ્રહ્માંડમાં હાજર છે. દ્રવ્યાદિકનો લોભ, સ્ïત્રીને વિશે આશક્તિ તથા દેહાભિમાન હોય તો જીવતે મરતે પણ સુખી ના થવાય. સ્વભાવો ટળે, તો સુખી થવાય. ભગવાનની ભક્તિ માટે વિષયોનો ત્યાગ કરતા રહેવું.
ભગવાન સ્વામીનારાયણ પ્રબોધિત વચનામૃત ગ્રંથ બ્રહ્મવિદ્યાનો અમૂલ્ય ગ્રંથ છે. આ વર્ષે વચનામૃત ગ્રંથના ૨૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્ના છે તે નિમિત્તે આ વર્ષને વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ તરીકે ઉજવાશે. જેની ઉદ્ïઘોષ સભા ભવ્યતાથી સાંજે ૫.૦૦ કલાકે યોજવામાં આવી હતી. વિશ્વના પ્રત્યેક મનુષ્યને શાશ્વત શાંતિ માટે જેની અતિશય અનિવાર્યતા છે. એવી બ્રહ્મવિદ્યા કે પરાવિદ્યાનું નિરૂપણ આ વચનામૃત ગ્રંથમાં છે. એ અદ્ભૂત ગ્રંથની દ્વિશતાબ્દીએ બાળ-યુવાનોએ સુંદર નૃત્ય કરી ભાવાંજલી અર્પણ કરી હતી. વચનામૃતનું સંપાદન કેવી પરિસ્થિતિ અને કેવા સંજાગોમાં થયું હતું તેને તાદ્રશ્ય કરતો અદ્ભૂત સંવાદ પણ રજૂ થયો હતો. આ પ્રસંગે સદ્ગુરૂ સંતોએ પ્રવચનનો લાભ આપ્યો હતો. પ.પૂ. મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે વચનામૃત ગ્રંથનું વૈદીક પરંપરાગત રીતે પૂજન અને આરતી કરવામાં આવી હતી. અંતમાં પ.પૂ. સ્વામીશ્રીએ આશીર્વાદ આપતા કહ્નાં કે, વચનામૃત એ ભગવાન સ્વામીનારાયણની વાણી છે. શ્રીજી મહારાજે કહ્નાં છે મારી વાણી એ મારૂં સ્વરૂપ છે. માટે અતિશય દૃઢ વિશ્વાસ રાખીને જીવમાં ઉતારવું. આ સાથે ૧૫૦ થી વધુ યુવાનો દ્વારા સુંદïર નૃત્ય અને સંવાદ રજૂ કરાયા હતા જેનો લાભ સભામાં હાજર ૩૫૦૦૦ થી વધુ ભાવિક ભકતોએ લીધો હતો. સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો દ્વારા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સૌ ભક્તોમાં અનેરા આનંદની લાગણી છવાયેલી હતી.
આગામી તા.૨૯ જાન્યુઆરી સુધી દરરોજ સવારે ૫.૧૫ થી ૭.૧૫ કલાક સુધી બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, અડાજણ ખાતે પ.પૂ. મહંત સ્વામી મહારાજની પૂજાïના દર્શનનો લાભ લેવા સુરત શહેર ગ્રામ્યની જનતાને નિમંત્રણ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY