રેલવે ભરતીની પરીક્ષા સમયે સર્વર ડાઉન થતા ઉમેદવારોનો ભારે હોબાળો

0
10

ઉનના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવતા પોલીસ દોડી ગઈ
સુરત, તા. ૨૧
હાઈટેક ટેકનોલોજીના બણગા વચ્ચે આજે રેલવે ભરતી બોર્ડ દ્વારા યોજાયેલી પરીક્ષામાં ઊન સ્થિત પરીક્ષા કેન્દ્ર ઉપર કોમ્યુટરનું સર્વર ડાઉન મળતા પરીક્ષાર્થીઅો વિફર્યા હતા. જેને કારણે પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ રેલવે ભરતી બોર્ડ, મુંબઈ દ્વારા સહાયક લોકો પાયલોટ એવંમ ટેકનીશિયનની પરીક્ષાનું આજે આયોજન હતું. સુરતમાં ઉન પ્લેનિટમ પ્લાઝા ખાતે પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવ્યું હતું. દૂર-દૂરથી બેરોજગાર યુવકો પરીક્ષા આપવા આવ્યા હતા. કોમ્યુટરરાઈઝ આ પરીક્ષાના સમયે જ ટેકનિકલ ખામી સર્જાતા સર્વર થપ્પ થઇ ગયા બાદ પરીક્ષાનું સમય પૂર્ણ બતાવતા વિદ્યાર્થીઅો વિફર્યા હતા. રેલવે બોર્ડની આ આધુનિક ટેકનિકની ક્ષતિનો ભોગ પરીક્ષાર્થીઓએ બનવુ પડ્યું હતું. જેને કારણે પરીક્ષાર્થીઓએ ફરીથી પરીક્ષા લેવાનો આગ્રહ રાખી તોફાન શરૂ કરી દીધું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પરીક્ષા સથળે પહોંચી જઇ બાળો મચાવતા પરીક્ષાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કરી પરીક્ષાર્થીઅોને વિખેરી નાખ્યા હતા. આ પરીક્ષાર્થીઓ હજુ સુધી પરીક્ષા કેન્દ્રની આજુબાજુ બેઠેલા જાવા મળે છે. રેલવે ભરતી બોર્ડ તરફથી આ ક્ષતિ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY