તસ્કરોનો તરખાટ, ત્રણ મકાનોમાં તાળા તોડ્યા

0
6

વડોદરા,તા.૨૧
કરજણ નગરની એક સોસાયટીમાં મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરો ત્રણ મકાનમાંથી હજારો રૂપિયાની મતા ઉઠાવી ગયા હતા.
કરજણના જૂના બજાર વિસ્તારમાં આવેલી ગણેશ ધામ સોસાયટીમાં હર્ષદભાઈ મૂળજીભાઈ મહેરીયા તેમજ રમેશભાઇ પરમાર અને અલ્પેશભાઈના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતુ.
તસ્કરો ઘરની તિજારીમાંથી ચાંદીની મૂર્તિ સોનાની બુટ્ટી તેમજ રોકડ રકમ મળી પોણો લાખ ઉપરાંતની મતા ઉઠાવી ગયા હતા. સવારે સોસાયટીમાં ત્રણ સ્થળે ચોરી થઇ હોવાની જાણ થતાં સોસાયટીના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તસ્કરોની બાળ મેળવવાના પ્રયત્ન હાથ ધર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY