સુરત, તા.૨૬
મે મહિનાનાં ચોથા અઠવાડિયામાં સાયન્સ સેન્ટર સ્થિત આર્ટ ગેલેરીમાં એસ્ટ્રો-નાટ ફોટોગ્રાફી પ્રદર્શનનું આયોજન કરવામાં આવનાર છે. આ પ્રદર્શનમાં એસ્ટ્રોનોમી વિષય તથા રાત્રિઆકાશ અંતર્ગત આકાશગંગા, સૂર્યમંડળના સભ્યો (સૂર્ય, ચંદ્ર, ગ્રહો, ધૂમકેતુ), તારાસહ રાત્રિઆકાશ, સ્ટારટ્રેલ વગેરેના ફટોગ્રાફ પ્રદર્શિત કરવામાં આવશે જે માટે રજીસ્ટ્રેશન ફોર્મ સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicpal.gov.inખાતેથી તા.૨૪-૪-૨૦૧૯ થી તા.૧૫-૫-૨૦૧૯ સુધી ઉપલબ્ધ રહેશે. આ એસ્ટ્રો-નાઈટ ફોટોગ્રાફને સાયન્સ સેન્ટર સુરત ખાતે તા.૧૫-૫-૨૦૧૯ના રોજ સાંજે ૪.૦૦ કલાક સુધી જમા કરાવી શકાશે. તેમ સુરત મહાનગરપાલિકાના પીઆરઓ વિભાગની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



