તા.૩૧’મીએ ઉમરા ગામે શ્રી રામનાથ ઘેલા મહાદેવ મંદિરે સાલગીરી ઉત્સવ

0
15

મંદિરમાં ઘીના કમળની પૂજા પણ કરવામાં આવશે
સુરત, તા.૨૨
પોષ વદ અગિયાર સને ગુરૂવાર તા.૩૧મી જાન્યુઆરીના રોજ શ્રી રામનાથ ઘેલા મહાદેવની સાલગીરીની પીપલોદ ઉમરા ગામ છે. આ દિવસે ઉમરા ગામમાં મોટો મેળો ભરાશે. આ દિવસે સુરત શહેરના તથા આજુબાજુના નાના ગામના લોકો શ્રી રામનાથ ઘેલા મહાદેવના દર્શનાથે પધારી મહાદેવïના મસ્તક ઉપર કચલાનું ચઢાવવાનું કાર્ય કરે છે. રાતના સુરત શહેરના ગોપીપુરાના મોળેશ્વર ભજન મંડળનો સંગીતમય આખીરાત થાય છે. આ દિવસે રાતના ત્રણ કલાકે ઘીના કમળનું કાર્ય થાય છે તેના દર્શન સવારના સાત વાગ્યાથી આખો દિવસ બીજા દિવસે શુક્રવારના દિવસે થાય છે. ભાવિક ભકતજનો ગુરૂવાર તથા શુક્રવારના દિવસે રામનાથ ઘેલા મહાદેવના દર્શનાર્થે હજરોની સંખ્યામાં પધારશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY