ઓલ ઈન્ડિયા મહિલા ક્રિકેટ એસો.માં

0
20

જોઈન્ટ સેક્રેટરી રપે ગૌતમબાઈ શાહની અનોખી હેટ્રીક
ઉપપ્રમુખ પદે ધારીણીબેન શુકલા
સુરત, તા.૨૨
તાજેતરમાં જ ઓલ ઈન્ડિયા મહિલા ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાઈ હતી. જેમાં ભારતના વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્ના હતા.
આ સભા દરમિયાન જ ગુજરાત મહિલા ક્રિકેટ એસોસિએશનના ધારીણીબેન શુકલા સતત બીજી ટર્મ માટે ઉપપ્રમુખ પદે તથા ગૌતમભાઈ શાહ સતત ત્રીજી ટર્મ માટે જાઈન્ટ સેક્રેટરી તરીકે સર્વાનુમતે પસંદગી પામ્યા હતા. આમ ગૌતમભાઈ શાહે અનોખી હેટ્રીક સર્જી હતી.
ધારીણીબેન તથા ગૌતમભાઈને ગુજરાત મહિલા ક્રિકેટ એસો.ના પ્રમુખ સુરૂદભાઈ પટેલ તથા અન્ય પદાધિકારીઓએ અભિનંદન આપવાની સાથોસાથ શુભેચ્છા પણ પાઠવી હતી. ગુજરાતની ગર્લ્સ તથા મહિલા ક્રિકેટર્સને ગૌતમભાઈ સતત પ્રોત્સાહિત કરતા રહ્ના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY