સોમવારે જ સ્વાઇન ફ્લૂના વધુ ૧૦૨ કેસ નોંધાયા
જયપુર,તા.૨૨
રાજસ્થાનમાં ૩૩માંથી ૩૧ જિલ્લાઓ સ્વાઈન ફ્લૂનાં રોગમાં સપડાઈ ગયા છે. ૧થી ૨૧ જાન્યુઆરી સુધી ૫૧ લોકોનાં મોત થઈ ચુક્યા છે. આ ઉપરાંત સોમવારે સ્વાઈન ફ્લૂનાં વધુ ૧૦૨ કેસ નોંધાયા, જેમા ૪૭ દર્દીઓ જયપુરનાં હતા. જાન્યુઆરી મહિનામાં સ્વાઈન ફ્લૂનાં દર્દીઓનો આંકડો ૧૩૩૫ સુધી પહોંચી ગયો છે.
જયપુરમાં પાંચ લોકોનાં સ્વાઈન ફ્લૂનાં કારણે મોત થઈ ચુક્્યા છે. જૈસલમેર, બાડમેર, પ્રતાપગઢ અને કોટામાં બે લોકોએ ફ્લૂનાં કારણે જીવ ગુમાવ્યા છે. રાજસ્થાન જીકા વાઈરસ બાદ સ્વાઈન ફ્લૂમાં પણ દેશનું પહેલુ રાજ્ય બની ચુક્યું છે.
પૂર્વ આરોગ્ય મંત્રી કાલીચરણ સરાફે જણાવ્યું કે, છેલ્લા ૨૦ દિવસોમાં રાજસ્થાનમાં ૫૧ લોકોનાં મોત થઈ ગયા છે, આટલા મોત તો દેશભરમાં સ્વાઈન ફ્લૂનાં કારણે થયા નથી. સરકાર આંકડાઓને છુપાવી રહી છે. સરકારે રેલવે સ્ટેશન, શાળામાં અને અન્ય સ્થળોએ આ અંગેની કોઈ વ્યવસ્થા કરી નથી.
આરોગ્ય મંત્રી રઘુ શર્માએ જણાવ્યું કે, ૫૩૬૭ સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧૨૩૩ કેસ પોઝેટિવ હતા. જેમાંથી ૪% દર્દીઓનાં મોત નિપજ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




