સુરત,તા.૨૨
સરથાણા વિસ્તારમાં એક નવનિર્મિત બિલ્ડીંગ પરથી અચાનક તૂટી પડેલો લોખંડનો સળિયો રાહદારીના માથે પડતો હોવાનો સીસીટીવી વીડિયો વાયરલ થતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ છે. ગત ૧૭ જાન્યુઆરીના રોજ બનેલી ઘટનામાં યુવકના મોતના પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સરથાણા વિસ્તારમાં એક બિલ્ડીંગનું કન્સ્ટ્રકશન કામ ચાલી રહ્યું છે. દરમિયાન નજીકમાં રહેતો જગદીશસિંગ રાજપુત નામનો યુવક પસાર થતા તેના પર લોખંડનો સળિયો પડ્યો હતો. માથાના ભાગે અચાનક સળિયો પડતા જ જગદીશનું મોત થયું હોવાનું પોલીસ તપાસમાં પણ બહાર આવ્યું છે. જાકે, આખી ઘટના સીસીટીવીમા કેદ થઈ જતા સરથાણા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



