ડિમોલીશન દરમિયાન મહિલાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાઈ

0
9

સુરત,તા.૨૨
ભટાર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં મનપાની ટીમ ડિમોલીશન કરવા પહોંચી હતી. જેમાં એક નવનિર્મિત બિલ્ડીંગના ડિમોલીશન દરમિયાન મહિલાની તબિયત લથડી હતી. જેથી મહિલાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ભટાર વિસ્તારમાં આવેલા આઝાદ નગર રોડ પર ભારતી આદિજાતિ કામદાર સોસાયટીમાં ૭૩ એએની જમીન પર બાંધકામનું ડિમોલીશન કરવા સુરત મનપાની ટીમ સ્થળ પટ પહોંચી હતી. જ્યાં ગ્રાઉન્ડ પ્લસ બે માળના નવનિર્મિત બાંધકામનું ડિમોલીશન કરવામાં આવ્યું હતું. ડિમોલીશન દરમિયાન મહિલાની તબિયત લથડી હતી. અને મહિલાને ચક્કર અને પ્રેસર વધી જતાં ઘટના સ્થળે મહિલા જમીન પર ઢાળી પડી હતી. પરિવારજનો દ્વારા મહિલાને તાત્કાલિક સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પરિવારજનોએ આરોપ મૂકતા જણાવ્યું હતું કે, ભાજપના સ્થાનિક કોર્પોરેટર અને સોસાયટીના પ્રમુખ ના મેળાપીપળામાં ડિમોલીશન કરવામાં આવ્યું છે. સોસાયટીમાં કુલ ૧૩૦ મકાનો આવેલા છે.વર્ષોથી સોસાયટી અહીં સ્થાયી છે. સોસાયટીના પ્રમુખનું જ મકાન ત્રણ માળનું હોવા છતાં ડિમોલિશનના નામે મીંડું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY