સુરતની અદાલતે નાશિક પોલીસને જપ્તી વોરન્ટ ઈસ્યુ કર્યો
સુરત, તા.૨૪
કૌટુંબિક હિંસાના કેસમાં પત્ïનીને ભરણ પોષણ ચૂકવવામાં અખાડા કરતા નાસિકના રાજભોજ પરિવારની જમીન જપ્ત કરવા પલસાણા કોર્ટે હુકમ કર્યો છે. પત્નીએ પતિના પરિવારની ખેતીની જમીનનો દસ્તાવેજી પુરાવો રજૂ કરતા કોર્ટે નાસિક પોલીસને જપ્તી વોરન્ટ ઈસ્યુ કર્યું છે.
આ કેસની વિગતો એવી છે કે, પાર્વતીબેન જાદવ રહે. ચંદ્રપ્રભા કોમ્પ્લેક્ષ ચલથાણ-૩, પલસાણા, જિ. સુરતના તા.૨૬-૬-૨૦૦૯ના રોજ નાસિકના કડવણ સ્થિત મુ.પો. અભોણા ખાતે રહેતા નિલેશ જગન્ïનાથ રાજભોજ સાથે લગ્ન થયા હતા. જેમાં તેમને સંતાનમાં એક પુત્ર સોહમ ઉ.વ.૭નો જન્મ થયો હતો. દરમિયાન પતિ-પત્ïની વચ્ચે ખટરાગ થતા પાર્વતીબેન પુત્ર સોહમ સાથે પિયરમાં રહેતા હતા. અહીં પિયરથી તેમણે પલસાણા કોર્ટમાં પતિ સહિત સાસરીયાઓ સામે ઘરેલુ હિંસાના કાયદા હેઠળ ભરણપોષણ મેળવવા એડવોકેટ અશ્વિન જે. જાગડીયા મારફતે કેસ કર્યો હતો. જેમાં કોર્ટે માસિક ભાડા પેટે રૂ.૧૫૦૦ તથા ભરણપોષણ પેટે રૂ.૩૦૦૦, પત્ïનીને ચૂકવવા પતિ સહિત સાસરીયાઅોને તા.૨૬-૩-૨૦૧૮ના રોજ હુકમ કર્યો હતો. જેકે, આજદિન સુધી ભરણપોષણ ન ચુકવતા પાર્વતીબેને એડવોકેટ જાગડીયા મારફતે સાસરીયાઓની મોજે ગામ અભોણા તા.કડવણ જિ.નાસિક ખાતે આવેલી જમીનના દસ્તાવેજી પુરાવા રજૂ કરી જમીન ટાંચમાં લેવા રજૂઆત કરી હતી. જેને કોર્ટે મંજૂર કરી નાસિક પોલીસને પતિ સહિત સાસરીયાઓની મિલકત બાબતે જપ્તી વોરંટ ઈસ્યુ કર્યુ હતુ અને આગામી ઠરાવ તા.૧૮-૨-૨૦૧૯ આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




