પારકી સ્ત્રી સાથે સંબંધ સંદર્ભે દંપત્તિ વચ્ચે ઝઘડા
સુરત, તા.૨૪
બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિએ પત્ની ઉપર ચપ્પુથી હુમલો કરી ઈજા પહોચાડી હતી.
કોસંબા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંગરોળ મોટા બોરસરા જમાઈ નગરીમાં રહેતો રાકેશ ગોમાન વસાવા બીજી સ્ત્રી સાથે સંબંધ રાખતો હોય આ અંગે ફરિયાદી પત્ïની મીનાબેને સંબંધ રાખવાની ના પાડતા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેથી પતિએ ઉશ્કેરાઈ જઈ અશ્લીલ ગાળો બોલી ચપ્પુથી હુમલો કરી ઈજા પહોîચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કોસંબા પોલીસે પત્ની મીનાબેનની ફરિયાદ નોîધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




