જીએસટીનો તાળો મેળવવા એકાઉન્ટન્ટે વેપારીના નામે ૯૫ લાખની ખોટી એન્ટ્રી દર્શાવી

0
7

વર્લ્ડ ટ્રેડ સેન્ટરના એમડીએસ એસોસિએટ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
સુરત, તા.૨૪
યશ ફેશનનાï વેપારીનું જીએસટી એકાઉન્ટ સંભાળનાર વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આવેલી એમડીએસ એસોસિએટે ખોટી એન્ટ્રીઑ બતાવી જીએસટી ટેક્સ સાથેના રૂ.૯૫.૬૮ લાખના વ્યવહારો બતાવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ડીંડોલી રામેશ્વરનગર સોસાયટીમાં રહેતાં વેપારી નાગરાજ ફકીરા પાટીલ, મિતેશ શાહ (એમડીએસ એસોસિએટ્સ વર્લ્ડ ટ્રેડ સેન્ટર રિંગરોડ) વિરૂદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ ફરિયાદીની યશ ફેશનના જીએસટી એકાઉન્ટનો હિસાબ સંભાળતા હતા. આરોપીઓએ ફરિયાદીના જીએસટી નંબર ઉપર ઑનલાઈન ખોટી એન્ટ્રીઓ બતાવી બેîક ખાતામાં એરાઈડ્સ ટ્રેડિંગના બેîક ખાતામાંથી રૂ.૧૭,૨૦,૯૪૯ ક્રિષ્ના ટ્રેડર્સના બેîક એકાઉન્ટમાંથી રૂપિયા ૩૨ લાખ મળી કુલ રૂ.૪૯,૬૦,૯૪૯ જમા કરાવી રૂ.૪૭,૬૦,૯૪૯ સોનાલી એક્ઝીમ પ્રા.લિ.ના બેîક એકાઉન્ટમાં આરટીજીએસથી ટ્રાન્સફર કરાવી દીધા હતા. આમ આરોપીઓએ જીએસટી સાથેના રૂ.૯૫,૬૮,૫૪૪ના વ્યવહારો ફરિયાદીના નામે બતાવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. બનાવ અંગે સલાબતપુરા પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY