નવસારીમાં ૧૦, વલસાડમાં ૧૧ અને સુરતમાં ૧૫ ડીગ્રી તાપમાન
સુરત, તા.૨૪
ઉત્તર ભારતમાં કાતિલ હિમ પવનની અસરથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ઉત્તરીય શીત લહેરની અસરના પગલે ગતરોજની સરખામણીએ આજે તાપમાનમાં વધુ એકથી બે ડિગ્રીનો ઘટાડો થતા ટંડીનો ચમકારો વધ્યો છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૨૬.૮ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૧૫.૫ ડીગ્રી નોધાયું છે. ગતરોજ ન્યુનતમ તાપમાન ૧૬.૬ ડીગ્રી નોધાયું હતું. આજે હવામાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા અને હવાનું દબાણ ૧૦૧૮.૧ મિલીબાર નોîધાયુ છે. શહેરમાં સવારથી ઉત્તર પૂર્વ દિશાથી કલાકના ૫ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્ના છે. નવસારીમાં આજે સવારે ન્યુનતમ તાપમાન ૧૦ ડીગ્રી નોધાયું છે. જે ગતરોજ ૧૧.૬ ડીગ્રી નોધાયું હતું.
ગતરોજની સરખામણીએ આજે નવસારીમાં દોઢ ડીગ્રી ટંડી વધી છે. વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ન્યુનતમ તાપમાન ૧૨ ડીગ્રી નોîધાયું છે. આમ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉત્તર દિશાથી ઠંડો પવન ફુંકાવાની સાથે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્ના છે. આગામી એક બે દિવસ ઠંડી યથાવત રહેશે. ત્યારબાદ તાપમાનનો પારો ધીરે ધીરે વધતો જશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




