સુરત,તા.૨૪
સુરતમાં હચમચાવી દે એવો કિસ્સો બન્યો છે. જેમાં ત્રીજા માળની ગેલેરીમાં છ માસની બાળકીને લઇને ઉભેલી માતાના હાથમાંથી બાળકી છટકી ગઈ હતી. જે નીચે પટકાતા ગંભીર રીતે ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. જાકે, તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે સુરતા પાંડેસરાના ગણપત નગર વિસ્તારમાં એક પરિવાર રહે છે. ગુરુવારે છ માસની બાળકીને લઇને માતા ત્રીજા માળની ગેલેરીમાં ઊભી હતી. ગેલેરીમાં ઊભી ઊભી માતા બાળકીને રમાડી રહી હતી. જાકે, અચાનક માતાના હાથમાંથી બાળકી છટકી ગઇ હતી. જેથી તે નીચે પટકાઇ હતી. જેના કારણે બાળકીને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્ત બાળકીને તરતજ સારવાર માટે હોસ્પિયલ ખસેડવામાં આવી હતી. જાકે સારવાર મળે તે પહેલા બાળકી મોતને ભેટી હતી. રમાડતા રમાડતા બાળકીને મોતના મુખમાં ધકેલાઇ જતાં માતા હેબતાઇ ગઇ હતી.
અચાનક બનેલી આ ઘટનાથી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ હતી. તો સાથે સાથે પાંડેસરા પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. ઉલ્લેખનીય છે કે, સુરતની આ ઘટના તમામ માતા-પિતાની આંખ ઉઘાડતો કિસ્સો બની શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



