ટી-૨૦ ક્રિકેટમાં ૯૦૦ છગ્ગા ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો ક્રિસ ગેલ

0
5

ન્યુ દિલ્હી,તા.૨૪
વેસ્ટ ઇન્ડ઼ીઝના બેટ્‌સમેન ક્રિસ ગેલ ટી૨૦ ક્રિકેટમાં ૯૦૦ છગ્ગા લગાવનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. ગેલે આ સિદ્ધિ બાંગ્લાદેશ પ્રીમિયર લીગના ૨૫માં મેચમાં મેળવી છે. રંગપુર રાઈડર્સ તરફતી રમતા ગેલે આ મેચમાં સુલ્ના ટાઈટન્સ વિરૂદ્ધ ૪૦ બોલમાં ૫ છગ્ગા ફટકારીને ૫૫ રન બનાવ્યા હતા. તેની સાથે જ ગેલે ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં ૯૦૦ છગ્ગા ફટકારનાર ઈતિહાસનો પ્રથમ ખેલાડી બની ગયો છે.
ગેલે પોતાની કારકિર્દીમાં અત્યાર સુધી ૩૬૩ ટી૨૦ મેચ રમ્યા છે અને તેમાં ૯૩૦ ચોગ્ગા અને ૯૦૦ છગ્ગા ફટકારતા ૧૨૧૮૯ રન બનાવ્યા છે. ગેલે ૧૨૧૮૯માંથી અંદાજે ૭૫ ટકા રન બાઉન્ડ્રી લગાવતા બનાવ્યા છે.
ટી૨૦ ક્રિકેટમાં ૫૫૭ છગ્ગા સાથે કિરિન પોલાર્ડ આ યાદીમાં બીજા નંબર પર છે. ૩૬૫ ટી૨૦ મેચમાં ૪૮૪ છગ્ગા સાથે બ્રેંડમ મેકુલમ આ યાદીમાં ત્રીજા નંબર પર છે. શેન વોટ્‌સન ૨૮૬ અને ડેવન સ્મિથ ૩૭૨ છગ્ગા સાથે આ યાદીમાં ચોથા અને પાંચમાં સ્થાન પર છે. ટી૨૦ ક્રિકેટમાં ટોપ ૧૦ બેટ્‌સમેનમાં એક માત્ર રોહિત શર્મા આ યાદીમાં સામેલ છે. તેણે ૨૯૫ ટી૨૦માં ૩૨૨ છગ્ગા માર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY