સુરતમાં તેજ પવનના કારણે જારદાર ઠંડીનો અનુભવ
સુરત, તા. ૨૫
આજે સવારથી જ શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુસવાટાભેર પવન ફૂંકાવાની સાથે દિવસે પણ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આગામી બે ત્રણ દિવસ સુધી વાતાવરણ યથાવત રહે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
સુરત હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૨૬.૮ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૪.૦ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૨ ટકા અને હવાનું દબાણ ૧૦૧૮.૩ મીલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથી જ ઉત્તર દિશાથી સુસવાટાભેર પવન ફૂંકાઈ રહ્ના છે. કલાકના ૧૦થી ૧૫ કિલોમીટરની ઝ૯પે પવન ફૂંકાતા શહેરમાં ધૂળની ડમરીઓ ઉડતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી હતી. નવસારીમાં આજે સવારે ન્યુત્તમ તાપમાન ૯.૫ ડિગ્રી નોંધાયું છે જે ગતરોજ ૧૦ નોંધાયુ઼ હતું. વલસાડમાં આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૦.૧ ડિગ્રી નોંધાયું છે. આજે સવારથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાના લીધે દિવસ દરમિયાન પણ ઠંડીનો અનુભવ થયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



