વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પર આયોજિત પુસ્તક મેળાને પ્રથમ દિને સાંપડેલો જોરદાર પ્રતિસાદ
સુરત, તા.૨૫
સુરત મહાનગરપાલિકા દ્વારા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે તા.૨૪-૧-૨૦૧૯ થી તા.૨૮-૧-૨૦૧૯ સુધી આયોજિત સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો વિદ્યા-૨૦૧૯ રાષ્ટ્રીય બાગાયત હર્બલ મેળો અને ફ્લાવર શો સુમન-૨૦૧૯ શિલ્પગ્રામ મેળો, શિલ્પગ્રામ ૨૦૧૯નું ઉદ્ઘાટન ગુજરાતી કવિ, નાટ્યકાર અને વિવેચક પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ પદ્મશ્રી સિતાંશુ યશશ્વન્દના વરદહસ્તે તથા માન.મેયર ડૉ. જગદીશ પટેલના પ્રમુખ સ્થાને ગતરોજ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા માન.મેયર ડૉ. જગદીશ પટેલે જણાવ્યું કે સમગ્ર દેશ ગૌરવ લઈ શકે તેવા ૧૮મો સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો, ૧૬મો રાષ્ટ્રીય બાગાયત હર્બલ મેળો અને પ્લાવર શો ૮મો શિલ્પગ્રામ મેળામાં ઉપસ્થિત તમામને હું આવકારૂં છું. ગુજરાતી કવિ, નાટ્યકાર અને વિવેચક પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ પદ્મશ્રી સિતાંશુ યશશ્વન્દ્રને હાલમાં સરસ્વતી પુરસ્કાર અર્પણ કરવામાં આવેલ છે. પ્રાથમિક સુવિધાઓ તમામ મહાનગરપાલિકા પૂરી પાડે છે પરંતુ સુરત મહાનગરપાલિકા પ્રાથમિક સુવિધાની સાથે સાથે નવરાત્રી મેળાઓ, પુસ્તક મેળાઓ તેમજ અન્ય મેળાઓનું પણ આયોજન કરે છે આ પ્રવૃત્તિઓ સુરત શહેરને ધબકતુ રાખે છે.
ગુજરાતી કવિ, નાટ્યકાર અને વિવેચક પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ શ્રી પદ્મશ્રી સિતાંશુ યશશ્વન્દનું માન.મેયર ડૉ. જગદીશ પટેલે તેમજ માન.મ્યુ. કમિશનર એમ.થેન્નારસને શાલ તથા પુસ્તક આપી સ્વાગત કર્યુ હતું તથા અન્ય મંચસ્થ મહાનુભાવોનું પણ પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ.
સાંસદ દર્શનાબેન જરદોશે તેમના ઉદ્બોધનમાં જણાવ્યું કે જે ગૃહિણીઓ પુસ્તક મેળાની મુલાકાત લે છે તેમણે પુસ્તક ખરીદવું જાઈએ અને તેનું વાંચન પણ જાઈએ પુસ્તકો વિના ઘર ન શોભે, સુરત મહાનગરપાલિકાએ પુસ્તક મેળામાં સમયની સામે ફ્લાવર શો, શિલ્પગામ મેળાઓ યોજી તેને ભવ્ય બનાવતુ ગયું. સુરત મહાનગરપાલિકાએ પુસ્તક મેળાનું આયોજન કરીને તેને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મૂકી દીધું છે.
ગુજરાતી, કવિ નાટ્યકાર અને વિવેચક પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ શ્રી પદ્મશ્રી સિતાંશુ યશશ્વન્દ્રે તેમના ઉદ્ïબોધનમાં કહ્નાં હતું કે સુરત મહાનગરપાલિકાના રાષ્ટ્રીય પુસ્તક મેળાના ૧૮ વર્ષ થયા તેનો મહિમા સુરતના લોકો જ જાણે છે. સુરત મહાનગરપાલિકાના આ પુસ્તક મેળામાં દર વર્ષ નવું ને નવું ઉમેરાતું જાય છે. આ પુસ્તક મેળાઅો, રાજ્ય, સત્તા અને ધર્મને સૌંદર્યની વાણી બોલતા શીખવે છે. રાજ્ય પ્રજાની ભાષા બોલે છે ત્યારે સુવર્ણ યુગ આવે છે. પુસ્તïક મેળાની કલ્પના કરનાર તે સમયના શાસકોને પણ અભિનંદન પાઠવું છું. પેરિસ પછી સુરત શહેર એવું છે જે ઘણાં વર્ષોથી રંગભૂમિના અજાડ કાર્યક્રમો કરે છે. નાટ્ય સ્પર્દામાં કયુ નાટક શ્રેષ્ઠ છે તે પ્રજા નક્કી કરે છે. નાટકના વિજેતાઅોને પુરસ્કાર નહીં પારિતોષિક આપે છે. પુસ્તક માટે ગ્રંથ શબ્દ છે જે ઘટના, પદાર્થને ગ્રંથિમાંથી છોડાવે છે.
હાલમાં લોકો પુસ્તકો પ્રત્યેનું વલણ બદલાયુ છે સુખી કેમ થવું, મિત્રતા કેવી રીતે કરવી, દુઃખમાંથી બચવાના ઉપાય, સફળતા માટેના મંત્રો આવા પ્રકારના પુસ્તકો પસંદ કરે છે. પરંતુ કોઈ પુસ્તક તમને કેવી રીતે સુખી કરી શકે, કેવી રીતે સફળ કરી શકે એ માટે તો તમારે પોતે પોતાનું ભવિષ્ય બનાવવું પડશે. આપણે પોતાના ઉપર વિશ્વાસ રાખતા શીખીએ. સુરત શહેરના આ પુસ્તક મેળાને જાઈને લાગી રહ્નાં છે કે પેરીસના લોકો પણ સુરત મહાનગરપાલિકાનો પુસ્તક મેળો જાવા આવે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





