સુરતના કાપડના વેપારી સાથે રૂ. ૯.૭૬ લાખની ઠગાઈ કરાઈ

0
7

કેરળ, મુંબઈ અને દિલ્હીના ૧૦ વેપારીઓ સામે ફરિયાદ
સુરત, તા. ૨૮
કેરલા, દિલ્હી, મુંબઈના ૧૦ વેપારીઅોએ સુરતની કાપડ વેપારી સામે રૂ. ૯,૭૬ લાખની ઠગાઈ કરી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રિંગરોડ અન્નંપૂર્ણા ટેક્ષટાઈર્લ્સ માર્કેટમાં કલર ફેશન્સ નામની દુકાન ધરાવતા અજય લોકરામ શર્માએ આરોપી આફતાબ કરીબ, સઈનુલ આબીદ, હસન નુરૂલ, પીટર જાસેફ, સુરેશ ગોપીનાથ, (ગ્રાફિટી વેન્ચર્સ, કોમી, કેરલા), સચીન ખુરાના (ગણેશ ટેક્ષટાઈલ્સ દિલ્હી), રાકેશ અગ્રવાલ (દલાલ કાનપૂર) રિઝવાન (આર.એફ. ગારમેન્ટ મુંબઈ), ભરતભાઈ એસ.એસ. એટીયાર, અંધેરી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂપિયા ૯,૭૬,૨૮૨ની કિંમતનો કાપડનો જથ્થા મંગાવી સમયમર્યાદામાં પેમેન્ટ નહીં કરી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY