તેજ પવનના કારણે બમણી ઠંડીનો અનુભવ
વલસાડમાં ૯, નવસારીમાં ૧૧ અને સુરત જિલ્લામાં ૧૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું
સુરત, તા. ૨૮
જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત હિમ પવનના લીધે કોલ્ડવેવની અસર સમગ્ર ઉત્તર ભારતમાં છવાઈ છે. ઉત્તરીય શીતલહેરની અસરથી દીક્ષણ ગુજરાત છેલ્લા ત્રણ દિવસથી ઠુંઠવાઈ રહ્નાં છે. આજે પણ શીતલહેર યથાવત રહેતા દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્ના છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૨૬.૩ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૩.૫ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૧ ટકા અને હવાનું દબાણ ૧૦૨૨.૩ મીલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથી ઉત્તર-પૂર્વ દિશાથી કલાકના સરેરાશ ૧૦ કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ રહ્ના છે. શહેરીજનોને દિવસ દરમિયાન પણ ઠંડા પવનના લીધે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્ના છે. નવસારીમાં આજે સીવારે ન્યુનત્તમ તાપમાન ૧૧.૧ ડિગ્રી નોંધાયું છે. જે ગતરોજ ૯.૨ ડિગ્રી નોંધાયું હતું. વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું ન્યુનત્તમ તાપમાન ૯.૧ ડિગ્રી નોંધાયું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૩ દિવસથી ઉત્તરીય શીતલહેરના લીધે તાપમાનના પારામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આગામી બે ત્રણ દિવસ સુધી શીતલહેરની અસર રહે તેવી શક્યતા છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં ૬.૭ ડિગ્રી, ડીસામાં ૭.૦ ડિગ્રી, વડોદરામાં ૭.૬ ડિગ્રી ગાંધીનગરમાં ૭.૪ ડિગ્રી અમદાવાદમાં ૮.૬ ડિગ્રી, વલસાડમાં ૯.૧ વલ્લભ વિદ્યાનગરમાં ૯.૨ ડિગ્રી તાપમાન નોંધાયું રાજ્યના ૭ શહેરોમાં સિંગલ ડિજિટમાં ન્યુનત્તમ તાપમાન નોધાયું છે. રાજ્યમાં સૌથી વધારે ન્યુનત્તમ તાપમાન ઓખામાં ૧૮.૮ ડિગ્રી દ્વારકામાં ૧૩.૬ ડિગ્રી અને સુરતમાં ૧૩.૫ ડિગ્રી નોંધાયું છે. રાજ્યમાં સૌથી વધુ અધિકત્તમ તાપમાન વલસાડમાં ૨૮.૯ ડિગ્રી, પોરબંદરમાં ૨૭.૯ ડિગ્રી અને વેરાવળમાં ૨૭.૫ ડિગ્રી નોંધાયું છે. આગામી બે-ત્રણ દિવસ સુધી રાજ્યમાં શીતલહેર અસર યથાવત રહે તેવી શક્યતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



