છેડતી કરનાર યુવક વિરૂદ્ધ પોસકો એક્ટ મુજબ ગુનો દાખલ
સુરત, તા. ૨૮
જહાંગીરપુરા વિસ્તારમાંથી ટ્યુશનેથી પરત ફરતી કિશોરીની છેડતી કરી બિભત્સ વાતો કરનાર યુવકની સામે પોસ્કો એક્ટ અન્વયે ફરિયાદ નોîધાઈ હતી.
જહાંગીરપુરાપોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સિંગણપોર ગામ શુભલક્ષ્મી રો હાઉસમાં રહેતો રાજેશ ધરમશીભાઈ પાંડવે ગત તા.૨૦-૧-૨૦૧૯ના રોજ સવારે ટ્યુશનેથી પરત ફરતી ફરિયાદીની દિકરીને અટકાવી જણાવ્યું કે જ્ઞાન ક્લાસીક ક્યાં છે ? તારો બોયફ્રેન્ડ કોણ છે ? તેમ પૂછી તને તારા ઘરે મૂકી દઊ તેમ જણાવી બિભત્સ વાતો કરી ભાગી ગયો હતો. કિશોરીના પિતાએ આ બનાવ અંગે જહાંગીરપુરા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પોસ્કો એક્ટ અન્વયે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે અને પોલીસ આરોપીને શોધી કાઢવા પ્રયાસ કરી રહી હોવાનું પણ જાણવા મળે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





