સુરત,તા.૨૮
રાંદેરના પાલનપુર જકાતનાકા રોડ પરના બાળકને અછબડા એટલે કે ચિકન પોક્સની બીમારી સપડાયો હતો. જાકે આ બીમારીને પરિવારજનો માતાજી સમજતા હોવાથી બાળકની સારવાર કરાવી ન હતી. જેને કારણે તેની તબિયત લથડતા મોતને ભેટ્યો હતો.
નવી સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ રાંદેર ખાતેના પાલનપુર જકાતનાકા પાસે આવેલા પ્રશાંત નગરમાં રહેતા નંદકુમાર નિશાળ પાંચ વર્ષીય પુત્ર ક્રિષ્નાને ત્રણ ચાર દિવસ પહેલા અછબડાની બિમારીમાં સપડાયો હતો. જાકે વહેલી સવારે બાળકની તબિયત વધુ બગડતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબી તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે ક્રિષ્નાની માતાને અછબડા થયા બાદ તેમનો પુત્ર ક્રિષ્ના અછબડાની બીમારીમા સપડાયો હતો. આ બીમારીને તેના પરિવારજનો માતાજી માનતા હોવાથી સારવાર માટે લઇ ગયા ન હતા. બાદમાં બાળકની તબિયત લથડતા મોતને ભેટ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં બાળકનું પોસ્ટમોર્ટમ કરનાર ડા સુમિત જાગાણીએ જણાવ્યું હતું કે બાળકને અછબડાને લીધે તાવ આવતો હતો. જાકે અછબડાની સારવાર નહીં કરાવતા ઇન્ફેક્શન થવાથી મોતને ભેટ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




