હુમલો કરી ભાઈ-બહેનને મારી નાખવાની ધમકી
સુરત, તા. ૨૯
‘તું મારી પત્નીને મેસેજ કેમ મોકલે છે’ તેમ કહી હુમલોકર્યાનો બનાવ સરથાણા પોલીસ મથકે નોંધાયો હતો.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરથાણા જકાતનાકા સંતદેવીદાસ સોસાયટીમાં રહેતા દિવ્યેશભાઈ મનસુખભાઈ તાપસીયાએ આરોપી જીગ્નેશ બાબુભાઈ સભાડીયા તથા અન્ય અજાણ્યા વ્યકિત વિરુદ્ધ ફરિયાદ નોîધાવી હતી. આરોપીએ તું મારી પત્નીને મેસેજ કેમ મોકલે છે, તેમ કહી ગાળાગાળી કરી ફરિયાદી તથા તેની બહેન ઉપર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. સરથાણા પોલીસે દિવ્યેશ તાપસીયાની ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



