વેડરોડ કુબેરપાર્ક અને ઉમરાગામ કરુણા સાગર સોસાયટીમાં ચોરી

0
13

જુદા જુદા બે સ્થળે તસ્કરોનો હાથફેરો
સુરત, તા. ૨૯
શહેરમાં ચોરીના બે બનાવમાં રૂ. ૧.૦૬ લાખની મતા ચોરાઈ હતી.
પ્રથમ બનાવમાં વેડરોડ કુબેરપાર્ક સોસાયટી રૂક્ષ્મણી રેસિડેન્સીમાં ફલેટ નં. ૪૦૨માંથી અજાણ્યા તસ્કરો સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે રૂ. ૬૪૦૦૦ની મતા ચોરી કરી ગયા હતા. બનાવ અંગે ફલેટના માલિક સુભેન્દ્ર મદનદાસે કતારગામ પોલીસે મથકે ફરિયાદ નોંધાવી હતી.
ચોરીના બીજા બનાવમાં ઉમરાગામ કરૂણા સાગર સોસાયટી ઘર નં. ૧૯માંથી અજાણ્યા તસ્કરો રોકડા રૂ. ૪૨,૦૦૦ની ચોરી કરી ગયા હતા. ઘર માલિક જતીનકુમાર મનસુખલાલ સાડીવાળાએ ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY