સુરત, તા. ૨૯
ઉધનામાં સ્કૂલે જતી કિશોરીનો પીછો કરી છેડતી કરનાર બે રોડ રોમિયોની સામે ઉધના પોલીસ મથકે ફરિયાદ નોîધાઈ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
ઉધના પોલીસ સૂત્રોના જણાવ્યા પાંડેસરા બમરોલી રોડ પંચશીલનગરમાં રહેતાં રાકેશ ઉર્ફે સકીયા અને તેનો મિત્ર છેલ્લા છ મહિનાથી ફરિયાદીની દીકરી સ્કૂલે જાય ત્યારે પીછો કરી અશ્લીલ શબ્દો બોલી છેડતી કરી હેરાન પરેશાન કરતા હતા.
બનાવ અંગે કિશોરીના પિતાએ ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો એકટ અન્વયે પોસ્કો અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



