વરાછા-કાપોદ્રામાં લોકોની ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ યતાવત

0
8

કાપોદ્રા હીરાબાગ સર્કલ પાસે ટ્રાફિક ક્રેઈન ઉપર હુમલો : વાહનો છોડાવી ગયા
સુરત, તા.૮
વરાછા-કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરવાની ઘટનાઓ વધતી જાય છે. હીરાબાગ સર્કલ પાસે કારમાં સવાર ચાર જણાએ ટ્રાફિક પોલીસ ક્રેનના માણસો ઉપર હુમલો કરી ટ્રાફિક નિયમનના ભંગ બદલ કબજે કરાયેલી મોટર સાયકલો લઈ ગયાનો બનાવ બન્યો હતો.
આ ઘટના સંદર્ભે હે.કો. ખીમાભાઈ રામભાઈ ટ્રાફિક ક્રેઈન નં.૩૦ના ઈન્ચાર્જએ આરોપી અલ્પેશ ચંદુ બાલધા, નિતીન દિલીપભાઈ પડાલીયા તથા અન્ય બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઅોએ કારમાં ધસી આવી ક્રેઈનની આગળ કાર મુકી ક્રેઈનની ચાવી ખેંચી લઈ ફરિયાદી ટ્રાફિક પોલીસ ખીમાભાઈ ઉપર હુમલો કરી મોબાઈલ ફોન ઝુંટવી લઈ મજૂરોને જાનથી મારી નાંખવાની ધમકી આપી ટોઈંગ કરેલા બાઈકો છોડાવી ગયા હતા. કાપોદ્રા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY