એસએમસીના સોમનાથ ડેપોમાં જુગાર રમતા ૭ જુગારીઓ પકડાયા

0
20

ઉધના-મગદલ્લા રોડ પર ડેપોમાં પોલીસનો છાપો
સુરત, તા. ૩૦
પીસીબી પોલીસે ઉધના-મગદલ્લા રોડ સોમનાથ ડેપો પાસે એસએમસીના ગોડાઉનમાં જુગાર રમતા સાત જણાંની ધરપકડ કરી રૂપિયા ૨.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પીસીબી પોલીસે બાતમીના આધારે ઉધના – મગદલ્લા રોડ સોમનાથ ડેપો એસએમસી ગોડાઉનમાં કંપનીના ઢગલા ઉપર જુગાર રમતા મહેશ કેશવ પરિયા, મહેન્દ્ર ગુલાબ ખેરનાર, પરિમલ નટવરલાલ જરીવાળા, ધર્મેશ પ્રકાશચન્દ્ર જરીવાળા, પ્રદીપસિંહ પઢીયાળ, શૈલેષ રાજારાવ, જનક રાજપૂતની ધરપકડ કરી હતી. પીસીબી પોલીસે રોકડા રૂપિયા ૧૬,૧૭૦ સાત મોબાઈલ ફોન, ચાર મોટર-સાઈકલ મળી કુલ્લે રૂપિયા ૨,૪૩,૬૭૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY