સુરત, તા. ૩૦
પલસાણા-ગંગાધરા અલખધામ મંદિરની બાજુમાં ગોળકુંડાળુવાળી તીનપત્તીનો જુગાર તથા વરલી મટકાનો જુગાર રમાડતા એક આરોપીની પોલીસે ધરપકડ કરી રૂ. ૨૭ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગંગાધરા અલખધામ મંદિર પાસે નટવરસિંહ ઉર્ફે કલ્યાણસિંહ દેસાઈ રહે છે. તે પોતે વરલી મટકાનો જુગાર રમાડે છે. ગતરોજ તેઅો સાંજના સુમારે તેઓ મુંબઈ વરલી મટકાનો જુગાર રમાડતો હતો. ત્યારે પોલીસે દરોડા પાડી રોકડા રૂ. ૨૬,૮૪૦, વીવો કંપનીનો મોબાઈલ ફોન ૧૦૦૦નો મળી કુલ્લે ૨૭ હજારïનો મુદ્દામાલ કબજે કરી ધરપકડ કરી હતી. પોલીસે વરલી મટકાનો જુગાર રમાડતા આરોપીની ધરપકડ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



