વડાપ્રધાન મોદીના પ્રયાસોથી સુરતનું સપનું સાકાર થયું : સી.આર. પાટીલ
સુરત, તા. ૩૦
આજના પ્રસંગે સુરત અને દક્ષિણ ગુજરાતની પ્રજાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભેટ આપી છે. જે અંગે હું આભાર માનુ છું. તેમ સાંસદ સી.આર. પાટીલે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦ ટકા અનામત આપીને યુવાનોનું સ્વપ્ન સાકાર કર્યું છે. આજે સુરતમાં વિકાસનો પર્વ ઉજવી રહ્ના છીએ. વિકાસ યાત્રા હરણફાળ વિકાસ તરીકે આગળ ધપી રહ્નાં છે. વાઈબ્રન્ટ ગુજરાતની સફળતાને મુખ્યમંત્રીએ યાદ કરી સુરત એરપોર્ટના વિસ્તરણ અને પાલિકાની ૧૦૦૦ કરોડના વિકાસ કામો એક સાથે વડા પ્રધાનના હસ્તે લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્નાં છે. હું ખાતો નથી ખાવા દેતો નથી. વડાપ્રધાન મોદીના આ વાક્યને અમોએ સાકાર કરી બનાવ્યું છે. ઈમાનદારીથી પ્રજાના પૈસાનો સવાયો ઉપયોગ કરવામાં આવી રહ્ના છે. આખી દુનિયામાં ૧૦ શહેરમાં સુરતનું નામ છે. સુરત મહાનગરપાલિકાની ટીમ સુંદર કામ કરી રહું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




