સરથાણામાં સાઈડ આપવાના મુદ્દે ટ્રક અને બસ ચાલક વચ્ચે મારામારી

0
4

એસટી બસના ડ્રાઈવરને ટ્રક ચાલકે ટોમી મારી દીધી
સુરત, તા.૩૦
સરથાણા ડાયમંડ નગર ખાતે એસ.ટી. બસના ચાલક પર ટ્રક ચાલકે ટોમી વડે હુમલો કરી શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી તથા ફરજમાં અડચણ ઊભી કરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ સરથાણા પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલમાં પુણાગામ ઈશ્વરનગર સોસાયટી ખાતે રહેતા નિલેશભાઈ બાબુભાઈ બધેલીયા પોતાની એસટી બસ લઈને સરથાણા ડાયમંડ નગર પાસેથી પસાર થતા હતા. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી એક ટ્રકના ચાલકે બસની આગળ ટ્રક થોભાવતા બસ ટ્રકની પાછળ અથડાઈ હતી. જે બાબતે ટ્રક ચાલકે એસટી બસના ચાલક સાથે ઝઘડો કરી ટોમી વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયો હતો. એસટી બસના ચાલક નિલેશે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY