ભરૂચ જિલ્લામાં બીજા તબક્કાની સરદાર એક્‍તા યાત્રાનું આયોજન

0
689

ભરૂચ : વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ તા.૩૧મી ઓક્‍ટોબર સરદાર જ્‍યંતિએ વિશ્વની સૌંથી ઉંચી ૧૮૨ મીટરની સરદાર સાહેબની પ્રતિમા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીનું કેવડીયા કોલોની ખાતે રાષ્‍ટ્રાર્પણ કર્યું હતું. સરદાર સાહેબની વિરાટ પ્રતિભાની જેમ આ વિરાટતમ પ્રતિમા સમગ્ર દેશ સહિત વિશ્વમાં એક્‍તા અને અખંડિતતાનો સંદેશો ફેલાવશે.સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીના લોકાર્પણ પૂર્વે સમગ્ર રાજય સહિત ભરૂચ જિલ્લામાં સરદાર સાહેબનો એક્‍તા અને અખંડિતતાનો સંદેશો જન જન સુધી એક્‍તા યાત્રાના માધ્‍યમથી પહોંચાડવામાં આવ્‍યો હતો.
રાષ્‍ટ્રની એક્‍તા અને અખંડિતતાને વધુ પ્રબળ બનાવવા ભરૂચ જિલ્લામાં તા.૧૫-૧૧-૨૦૧૮ થી તા.૨૦-૧૧-૨૦૧૮ સુધી બીજા તબક્કાની સરદાર એક્‍તા યાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
જિલ્લા કલેક્‍ટર રવિકુમાર અરોરાના માર્ગદર્શન હેઠળ એક ભારત શ્રેષ્‍ઠ ભારતના સ્‍વપ્નદ્ધષ્‍ટા લોહપુરૂષ સરદાર સાહેબના રાષ્‍ટ્ર માટે સમર્પણ અને યોગદાનને જન જન સુધી ઉજાગર કરવા ભરૂચ જિલ્લાંમાં બીજા તબક્કામાં એક્‍તા રથ યાત્રાનું જંબુસર અને ઝઘડીયા પ્રાંત વિસ્‍તારમાં સમાવિષ્‍ટ ગામોમાં તા.૧૫-૧૧-૨૦૧૮ થી તા.૨૦-૧૧-૨૦૧૮ સુધી આયોજન કરવામાં આવ્‍યું છે. તા.૧૫-૧૧-૨૦૧૮ ના રોજ જંબુસર નગરપાલિકા ખાતેથી સરદાર એક્‍તા યાત્રાનો શુભારંભ થશે ત્‍યારબાદ અણખી, જાફરપુરા, બોજાદરા, વહેલમ, ગજેરા ગામ ખાતે એકતા રથ યાત્રા પરિભ્રમણ કરશે, તા.૧૬-૧૧-૨૦૧૮ના રોજ સીગામ, કીમોજ, હા.કંથારીયા, કાવી અને નહાર ગામ ખાતે, તા.૧૭-૧૧-૨૦૧૮ના રોજ આમોદ નગરપાલિકા વિસ્‍તાર, નાહિયેર, બુવા, ઇટોલા, સમીયાલા, કેરવાડા, સુડી, સમની, કેસલુ, ફુરચન અને સીમરથા ગામોએ એક્‍તા રથ યાત્રા પરિભ્રમણ કરશે.
તા.૧૮-૧૧-૨૦૧૮ના રોજ ઝઘડીયા તાલુકાના ગોવાલી, રાણીપુરા, મોટાસાંજા, લીમોદરા, કરાડ, અવીધા, ભાલોદ, ટોઠીદરા-તરસાલી, વણાકપોર અને રાજપારડી ગામોએ એકતા રથ યાત્રા પરિભ્રમણ કરશે.
તા.૧૯-૧૧-૨૦૧૮ના રોજ વાલીયા તાલુકાના દેસાડ, સોડગામ, ઉમરગામ, વાંદરીયા, ચોરઆમલા, મોખડી, હોલાકોતર, નિકોલી, ભરાડીયા, અને ભમાડીયા ગામો ખાતે, તા.૨૦-૧૧-૨૦૧૮ના રોજ નેત્રંગ તાલુકાના ચીકલોટા, મોરીયાણા, દત્તનગર, બેડોલી, ભેંસખેતર, પાંચસીમ, કંબોડીયા, બોરખાડી, કેલવી કુવા અને નેત્રંગ ખાતે સરદાર એક્‍તા યાત્રાનું સમાપન થશે.
આ એક્‍તા યાત્રા દરમિયાન સરદાર સાહેબના જીવન કવન અને યોગદાન વિષયક નિબંધ સ્‍પર્ધા, પ્રશ્નોત્તરી સ્‍પર્ધા, ચર્ચા સ્‍પર્ધાઓનું આયોજન કરવામાં આવ્‍યું છે તેમજ વિશેષ રથ સાથે રાષ્‍ટ્રીય એક્‍તા અંતર્ગત વિડીયો પણ પ્રદર્શિત કરાશે. આ ઉપરાંત નાગરિકો રાષ્‍ટ્રની એક્‍તા અને અખંડિતતાના સામુહિક શપથ લેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY