રેલ કારકૂને દોડાવેલી મુસાફર ટ્રેન પ્રકરણમાં મુંબઈ ડીવિઝન દ્વારા ઉચ્ચસ્તરીય તપાસ

0
6

કારકૂને ડ્રાઈવર બની ટ્રેન દોડાવી હોવાનો વીડિયો વાયરલ બનતા રેલવે તંત્રમાં હડકંપ : તપાસનો રિપોર્ટ સાંજ સુધીમાં આવવાની સંભાવના
સુરત, તા.૧
અઠવાલાઈન્સ પીઆરએસમાં બુકિંગ કલાર્કે ૬૦ કિમીની ઝડપે ૧૦ મિનિટ સુધી પેસેન્જર ટ્રેન ચલાવી હોવાનો વીડિયો વાયરલ થતા મુંબઈ રેલ ડીવીઝને આ ઘટનાને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી છે.
રેલવે પ્રશાસનની સૂત્રોના જણાવ્યા મુજબ આ એક ગંભીર ઘટના છે રેલ સુરક્ષાની સાથે ખિલવાડ કરનારા તમામ જવાબદારો સામે કડકમાં કડક પગલા ભરવામાંઅ ાવશે. આ અંગે મુંબઈ ડીવીઝનની રેલવે તપાસ ટીમે તપાસ હાથ ધરી છે. અને વીડિયોમાં નજરે પડનાર કર્મચારીને બોલાવવામાં આવ્યો છે. આજે સાંજ સુધીમાં તપાસ રિપોર્ટ તૈયાર થઈ જશે અને આ ઘટનાના દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
રેલવે પ્રશાસનના જણાવ્યા મુજબ આ વીડિયોમાં માત્ર બુકિંગ કલાર્કે ટ્રેન ચલાવતો હોવાનું નજરે પડે છે. આ ટ્રેન કઈ છે? અને કયાં રૂટ ઉપર દોડતી હતી? એ સ્પષ્ટ નથી, પરંતુ વીડિયોમાં દેખાતા કર્મચારીની ઓળખ અઠવાલાઈન્સ પીઆરએસ સેન્ટરના બુકિંગ કલાર્ક રવિન્દ્ર મોરે હોવાની થઈ છે. જેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યા બાદ જવાબદારો સામે કડક પગલાની સાથે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY