કોર્પોરેટર દિનેશ કાછડીયાએ રજૂ કરેલી માંગણી
સુરત, તા.૨
વરાછા શ્યામધામ ચોક અને એસવીએનઆઈટી સર્કલ ખાતે સોરઠ ગીર સિંહ સ્કલ્પચરને અશ્વનીકુમાર રોડ ઝડફીયા સર્કલ ખાતે પણ પ્રસ્થાપિત કરવા બાબતે વરાછા ઝોનલ ચીફ સમક્ષ કોર્પોરેટર દિનેશભાઈ કાછડીયાએ લેખિત માંગણી રજૂ કરી જણાવ્યું છે કે, મહાનગરપાલિકા દ્વારા ગુજરાત ગૌરવ એવા સોરઠના સિંહની ૪૦ ટન લોખંડના હાથી જેવા ગીરના બબ્બર સિંહની હાથથી બનાવેલ સિંહના સ્ક્લપ્ચરને વરાછા રોડ શ્યામધામ ચોક અને એસવીએનઆઈટી સર્કલ ખાતે પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. આ જ પ્રકારના સિંહના સ્ક્લપ્ચરને અશ્વનીકુમાર રોડ ઝડફીયા સર્કલ ખાતે પણ પ્રસ્થાપિત કરવાની કાર્યવાહી કરવા મારી આ વિસ્તારના લોકો વતી લાગણી અને માંગણી છે.
કારણ કે, આ સમગ્ર વિસ્તારમાં ૯૦ ટકા નાગરિકો સોરઠની ધરા વસેલા છે, તેઅો સોરઠના આ બબ્બર સિંહ સાથે ખૂબ જ ભાવનાત્મક રીતે જાડાયેલા છે, આ બબ્બર સિંહ કદી સોરઠની ધરા પર તે સોરઠના ખેડૂતો અને નાગરિકો સાથે હિંસાત્મક વલણ અપનાવતો નથી અને સદાય સોરઠની ધરાને ઉજ્જવળ રાખવા માટે આ ગબ્બર સિંહ કાર્યરત રહેતો હોય છે. જે એક નિર્વિવાદ સત્ય હકીકત ચે જેને કદી વિસારી શકાય તેમ નથી. મહાનગરપાલિકાની આ કામગીરી ખૂબ જ આવકારદાયક છે. આ માંગણી લક્ષમાં લઈને આપ દ્વારા આ કામગીરી કરનારા લાગત વિભાગ સાથે લેખિત સંકલન કરીને, ભલામણ પાઠવીને આ વિસ્તારના સૌરાષ્ટ્રના નાગરિકોને સોરઠના સિંહ સાથેની તેની કૌટુંબિક ભાવનાને ઉજાગર કરવા સારૂં સોરઠના ગબ્બર સિંહના ૪૦ ટન લોખંડના હાથી જેવા સ્ક્લ્પચરને અશ્વનીકુમાર રોડ ઝડફીયા સર્કલ ખાતે પ્રસ્થાપિત કરાવવા વિનંતી કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



