સુરતમાં જુદા જુદા ચાર સ્થળે જુગાર રમતા ૩૧ જુગારી પકડાયા

0
12

ભાઠેનામાં જુગાર રમતી મહિલાઓ ઝડપાઈ
સુરત, તા. ૦૪
શહેરમાં ચાર સ્થળે પોલીસે જુગારધારા અન્વયે દરોડા પાડી ૩૧ જુગારીની ધરપકડ કરી રોકડ રકમ સહિત રૂ. ૮૩,૮૯૦ની મતા કબજે કરી હતી.
લીંબાયત પોલીસે નવાનગર પ્લોટ નં. ૧૨૯ બિલ્ડિંગના ધાબા ઉપર જુગાર રમતા મુખ્ïતાર ખાટીક, મહેશ પાટીલ, અનિકેતન વાસુદેવ, આકાશ સુરેશ, ચેતન છોટુભાઈ, અનિલ મરાઠે, દિપક પાટીલ, વિશાળ ઠાકરે, રાકેશ ડાહ્ના, શાહરૂખ સલીમ, ધર્મેશ બરોડીયા, નિલેશ માલી, સંજય રાવળ, જીતેન્દ્ર રાજેન્દ્ર, મહેન્દ્ર ભગવાનïની ધરપકડ કરી રોકડા રૂ. ૨૨,૧૧૦ કબજે કર્યા હતા.
ઉધના પોલીસે સંજયનગર જેટકો પાવર હાઉસ પાછળ ખાડી કિનારે જુગાર રમતા ડેનિશ વિજય રાણા, નયન પટેલ, ભાવેશ પ્રવીણભાઈ, નરેશ રાણાની ધરપકડ કરી રોકડા રૂ. ૧૧,૨૪૦ કબજે કર્યા હતા.
સલાબતપુરા પોલીસે ભાઠેના-૧માં દરોડા પાડી જુગાર રમતા ફિરોજખાન પઠાણ, સરવર ખાન ઉર્ફે બાબુ રઈશ ખાન, સાદીક ઉર્ફે કેસેટ લતીફ શેખ, રૂબીના શેખ, કુલસુમ બીબી દાઉદ, નિલોફર મુલતાની, પ્રિતીબેન નરેશભાઈ, અલીમુન નીશાની ધરપકડ કરી ચાર મોબાઈલ ફોન, રોકડ મળી રૂ. ૪૦,૩૪૦ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમરોલી પોલીસે ઉત્રાણ રામપાટ પાસે જુગાર રમતા નીતિન દમેલીયા, રિતેષ ટેલર, રહીમખાન રસીદખાન, ગણપત રાઠોડની ધરપકડ કરી રોકડા રૂ. ૧૦,૨૦૦ કબજે કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY