આત્મહત્યા અટકાવવા સૌરાષ્ટ્ર પટેલ સમાજે કર્યો સંકલ્પ
સુરત, તા.૪
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આગામી ૧૭મી ફેબ્રુઆરીએ યોજાનાર સમૂહ લગ્ન સમારોહની વ્યવસ્થા માટેની મીટિંગમાં આત્મહત્યા અટકાવવા સંકલ્પ લેવામાં આવ્યો છે.
૨૬૧ યુગલોના માતા-પિતા સાથેની મીટિંગમાં સમાજના શ્રેષ્ઠીઓએ આત્મહત્યા અટકાવવા સંકલ્પ સાથે જાગૃતિ અભિયાનનો પ્રારંભ કર્યો છે. રાજ્યના આરોગ્યમંત્રી કિશોરભાઈ કાનાણીએ સમાજના દુષણો અને ખોટા ખર્ચો બંધ કરી સમજણપૂર્વક જીવન જીવવા આહવાન કર્યું હતું.
સમારોહના મુખ્ય વક્તા મહેશભાઈ વી. સવાણીએ સમાજમાં વધી રહેલા આત્મહત્યાના બનાવો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરતે સમૂહ લગïન સમારોહમાં આત્મહત્યા અટકાવવાની થીમને બિરદાવી હતી. આવકની મર્યાદા અને બેકાબુ મોîઘવારી વચ્ચે કરકસરથી જીવવાની જરૂર છે. બહેનો અપેક્ષા ઓછી કરી રીત રીવાજા પાછળ ઓછા ખર્ચ કરાવે તો પરિવાર માથે દેવુ ન થાય. સમૂહ લગ્નમાં સામેલ ૫૨૨ પરિવારોએ આત્મહત્યા અટકાવવાના જાગૃતિ અભિયાનમાં જાડાવા સંકલ્પ કર્યો હતો અને શરૂઆત પોતાના ઘરેથી કરવા ખાત્રી આપી હતી.
ગંગાસ્વરૂપા બહેનોને સહાય
નિરાધાર થયેલ પરિવાર બાળકોને સંભાળી ખૂંમારીભેર જીવન જીવતી ૫૦ ગંગાસ્વરૂપા બહેનોને દરેકને રૂપિયા ૧૦-૧૦ હજાર ખુશાલી સહાય અર્પણ કરવામાં આવી હતી. નરેન્દ્રભાઈ કુકડીયા, બાબુભાઈ ઢાંગલાવાળા તથા અરવિંદભાઈ કાછડીયા-બગદાણાવાળા તરફથી બહેનોને સહાય અર્પણ કરવામાં આવી હતી.
ખર્ચા ઊછા કરી દિકરીને બચત આપો અપીલ
લગ્નમાં ખર્ચ ન કરી તેટલી રકમ દિકરીને બચતા સ્વરૂપે આપવામાં આવે તેવી વિનંતી સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ આર. ભાલાળાએ કરી હતી. મુશ્કેલી આવે ત્યારે લગ્ન પ્રસંગમાં ૨૦૦૦ની થાળી જમી જનાર દિકરીને રૂ.૧૦૦ની પણ મદદ કરતા નથી. ત્યારે પહેલા દિકરીના ભવિષ્યને સલામત કરે પછી ભોજન વગેરેમાં ખર્ચ કરવા સમાજને જાહેર અપીલ કરી હતી
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




