આહવા, તા.૪
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા તળાવમાં ન્હાવા તથા કપડા ધોવાની પ્રવૃત્તિને કારણે તળાવની સુંદરતા બગડવા સાથે તળાવનું પાણી પણ દૂષિત થઇ રહ્યું છે. જેને ધ્યાને રાખી ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ટી.કે.ડામોરે એક જાહેરનામુ જારી કરી આહવાના આ તળાવમાં ન્હાવા, કપડા ધોવા સહિત ગંદકી ફેલાવવાની પ્રવૃત્તિ ઉપર રોક લગાવ્યો છે. તા.૩૧/૧/ર૦૧૯ થી તા.૧૪/ર/ર૦૧૯ સુધીના દિવસો દરમિયાન પ્રતિબંધિત ફરમાવતા આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે, તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




