સુએઝ ટ્રીટમેન્ટ પલાન્ટની પાઈપ લાઈનનું કામ શરૂ કરાયું
સુરત, તા.૫
સુરત મહાનગરપાલિકાના જુનો પૂર્વ વરાછા ઝોન -એમાં સમાવિષ્ટ ટી.પી. સ્કીમ નં.૩ કરંજ, ફા. પ્લોટ નં.૧૪૨†૧૪૩ની વચ્ચેથી પસાર થતો ૧૮.૦૦ મી. પહોળાઈના ટી.પી. રસ્તાનો આશરે ૨૮૮૦.૦૦ ચો.મી.ના માપ વિસ્તારમાં કબજા લેવામાં આવેલ છે. તેમજ સદર રસ્તા ઉપર ઘણાં લાંબા સમયથી પેન્ડિંગ ડ્રેનેજ પંપીગ સટેશનથી કરંજ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી રાઈઝીંગ મેઈન પાઈપ લાઈન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જેના કારણે કરંજ વિસ્તારમાં એસટીપી અપગ્રેડેશનની કામગીરી પૂર્ણ થશે. જેથી કરંજ વિસ્તારનો ડ્રેનેજ ઓવરફ્લોના પ્રશ્નનું મહદ્અંશે નિવારણ થશે.
ઉક્ત કામગીરી મે.એડી. સીટી ઈજનેરની સૂચના મુજબ કાર્યપાલક ઈજનેરના માર્ગદર્શન હેઠળ શહેરી વિકાસના સ્ટાફ, દબાણ ખાતાનો સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ તથા વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ પ્રોટેક્શન સહિત પાર પાડવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




