રોકડા રૂપિયા, મોબાઈલ ઉપરાંત ચાર બાઈકો પણ કબજે
સુરત, તા.૫
મહુવા-બુધલેશ્વર ગામ ભવાની માતાના મંદિર પાસેની ખુલ્લી જગ્યામાં ચકલી પોપટનો જુગાર રમાડતા બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસે મોટર સાયકલ, રોકડા તથા મોબાઈલ ફોન મળી કુલ ૮૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચકલી-પોપટનો જુગાર રમાડનારા બે આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહુવા તાલુકાના બુધલેશ્વર ગામ ખાતે જતીનભાઈ જગુભાઈ નાયકા તથા રાકેશભા નાયકા રહે છે. તેઓ ચકલી પોપટનો જુગાર જાહેરમાં રમાડતા હતા. પોલીસે દરોડા પાડી રોકડા રૂ.૧૫,૧૨૦ મોબાઈલ ફોન, બાઈક મળી કુલ ૮૫ હજારનો મુદ્દામાલ કબજે કરી તેઅોની ધરપકડ કરી હતી. જ્યારે બે વાહન ચાલકો ફરાર થઈ ગયા હતા. પોલીસે આ ગુનામાં ચાર વાહનો કબજે કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




