જહાંગીરપુરા સ્થિત વિવેકાનંદ કોલેજમાં તસ્કરોનો હાથફેરો

0
5

કેનાલ રોડ શશાંક રો હાઉસમાં ચોરી
સુરત, તા.૫
જહાંગીરપુરા સ્થિત વિવેકાનંદ કોલેજમાંથી રોકડ રૂપિયા અને મોબાઈલ ફોન મળી કુલ્લે રૂ. ૧૮,૫૦૦ની મતા ચોરાઈ હતી. તેમજ અન્ય સ્થળે પણ ચોરીનો બનાવ બન્યો હતો. જહાંગીરપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સારોલી બ્રિજ પાસે આપેલી વિવેકાનંદ કોલેજના પહેલા માળે રૂમના કબાટમાંથી અજાણ્યા તસ્કરો રોકડા રૂપિયા ૧૩,૫૦૦ અને ચોર મોબાઈલ ફોન મળી કુલ્લે રૂ. ૧૮,૫૦૦ની મતા ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે જહાંગીરપુરા પોલીસ મથકે મનીન્દર જગદીશ સિંગ પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે ચોરીના બીજા બનાવમાં જહાંગીરપુરા વૈષ્ણોદેવી કેનાલ રોડ શશાંક રો હાઉસના બંગાળમાંથી અજાણ્યા તસ્કરો સોના, ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ્લે રૂ. ૪૫,૦૦૦ની મતા ચોરી કરી ગયા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY