ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને દાદર પરથી ધક્કો માર્યો

0
6

પતિએ અત્યાચાર ગુજારતા પત્નીની પોલીસ ફરિયાદ
સુરત, તા.૫
નજીવી બાબતમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીના વાળ પકડી દાદર પરથી ધક્કો મારી ઢીક મુક્કીનો માર મારી પતિ ફરાર થઈ ગયો હોવાનો બનાવ ઑલપાડ પોલીસ મથકે નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ જૂનાગઢ જિલ્લાના મેદરડા ગામના વતની અને હાલ ઑલપાડ તાલુકાના ઉમરા ગામ શિવપાર્ક ખાતે રીયાબેન નિતેશભાઈ ડાભી રહે છે. ગતરોજ નિતેશ ડાભી શિહોર જવા માટે ઘરની બહાર નીકળ્યો ત્યારે અચાનક યાદ આવી જતા તેણે પત્નીને કહ્નાં હતું કે, દરવાજાખોલ મારા નાઈટ પેન્ટમાં રૂ.૬૦૦ પડ્યા છે તે મને લેવા દે. ત્યારે પત્નીએ કહ્યું કે પૈસા મારી પાસે છે. આવુ સાંભળી ઉશ્કેરાઈ ગયેલા પતિએ તેણીના માથાના વાળ ખેîચી દાદર પરથી નીચે ધક્કો મારી માર મારી શરીરના ભાગે ઈજાઑ પહોચાડી ફરાર થઈ ગયો હતો. અોલપાડ પોલીસ મથકમાં પત્ની રીયાબેન ડાભીએ પતિ વિરૂદ્ધ ફરિયાદ નોîધાવતા પોલીસે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY